ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.અને શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો. અને પુનઃ નોકરી પર લેવાની માગ કરી હતી.