લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. ડીસા ભીલડી હાઈવે પર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરસભા યોજાઈ હતી. જેમાં ભાજપ સરકારના 'ઇસ બાર 400 કે પાર'ના સ્લોગનને દમ વગરનું ગણાવ્યું હતું.