ડીસા તાલુકાના રામપુરા ગામમાં સરપંચે જ સરકારી જગ્યામાં દુકાનો બનાવી લોન પણ ઉઠાવી લીધી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ગામ લોકોએ ભેગા મળીને સરપંચની પોલ ખોલવા લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવતા સરપંચનું કૌભાંડ સામે આવ્યું હતું.