ચૈત્રી નવરાત્રિની સાથે આજે ગુડી પડવાનો પર્વ પણ ઊજવાયો છે . આજથી મહારાષ્ટ્રીયન સમાજના નવવર્ષનો પણ પ્રારંભ થયો છે . લોકોએ વહેલી સવારે સૂર્યોદય પહેલા ઘરમાં ગુડીની સ્થાપના કરી હતી . ત્યારબાદ બપોરે ઘરમાં નૈવેદ્ય કરી નવા પાકથી પુરણપોળી સહિત અન્ય વાનગીઓ બનાવી ભગવાન સમક્ષ ધરાવવામાં આવી છે. માન્યતા મુજબ ઘરમાં ગુડીની સ્થાપના કરવાથી નકારાત્મ ઊર્જા દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.