એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15 ટકા સુધીના વળતરની યોજના મ્યુનિ.એ આ વર્ષે પણ અમલમાં મૂકી છે. યોજનાનો અમલ મંગળવાર 9 એપ્રિલથી શરૂ થશે અને 31 મે સુધી અમલમાં રહેશે.શહેરમાં ગત 2023-24ના નાણાંકીય વર્ષમાં કુલ 5.18 લાખ કરદાતાએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો. તેમજ તેમણે મ્યુનિ.માં 679.29 કરોડ રકમ જમા કરાવી હતી