લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી પંચે 90 લાખના ખર્ચે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમો પર નજર રાખવા વીડિયોગ્રાફીનો નિર્ણય કર્યો છે. વિવિધ વિધાનસભા વિસ્તારમાં 31 આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી, 85 ફ્લાઈંગ સ્કવોડ, 85 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 23 આસિસટન્ટ ટેકનિશિયન સહિત 364 લોકોની ટીમ દ્વારા ઉમેદવારો પર નજર રાખવામાં આવશે.120 વીડિયોગ્રાફર મૂકવામાં આવશે.અમદાવાદ જિલ્લાના 5432 મતદાન મથકો પર તબક્કાવાર વીડિયોગ્રાફી કરી ચૂંટણી પંચને માહિતી મોકલશે.