વ્યારા નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી છૂટા છવાયા કપિરાજો ફરી રહ્યા હતા. સોમવારે વ્યારા નગરના માલીવાડમાં રહેતા અરૂણભાઇ ખેરવણ અને સંજયભાઈ રાણા પોતાના ઘર નજીક સવારે રોજિંદા કાર્યકમમાં વ્યસ્ત હતા. તે દરમિયાન સાતથી આઠ જેટલા કપીરાજના ટોળાઓએ આ બંને વ્યક્તિ ઉપર પગના ભાગે હુમલો કરી બચકા ભરતા બંને વ્યક્તિઓના પગમાં લોહી લુહાણ કરી દીધા હતા.