પાંચ મિત્રો નર્મદા નદી પોઇચા ભાઠા પર સ્નાન કરવા માટે ગયા અને પાંચેય નાહવા નર્મદાના પાણીમાં પડ્યાં હતા. જેમાં વડોદરાના ઓમપ્રકાશ અને અશોક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રાજપીપળા નગરપાલિકાના ફાયરફાઈટરોની મદદ લીધી અને જેમાં એમ પ્રકાશ સેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે હજુ અશોક લાપતા છે. જેને શોધવા રાજપીપલા ટાઉન પોલીસે NDRFની ટીમ બોલાવી છે.એક પરિવારના બે કુલદીપક ઓલવાઈ જતા સેન પરિવારમાં ગમગીની છવાઈ છે.