બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન હેઠળના તાલોદ ગામે રહેતા 60 વર્ષીય ખેડૂત જગતસિંહ બારીયા પોતાના ખેતરમાં કામ અર્થે જઇ રહ્યા હતા. તે સમયે ખેતરની ઉપરથી પસાર થતી જીવંત વીજલાઈનના તાર તૂટી નીચે પડ્યા હતા. ત્યારે ખેડૂતના ખેતરમાં પડેલા વીજતાર પર ખેડૂતનો પગ પડતા ખેડૂતને કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાજુના ખેતરમાં કામ કરી રહેલા અશ્વિનસિંહ નામના યુવક પણ વીજ કરંટ લાગતા દાઝયો હતો. વીજવિભાગની બેદરકારીથી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે.