કેન્દ્ર સરકારના સ્માર્ટ પ્રી -પેઇડ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગમાં જુન માસથી સ્માર્ટ મીટર લગાવવામાં આવનાર છે. સ્માર્ટ મીટરના જોડાણથી 6 લાખથી વધુ વીજ ગ્રાહકોને ફાયદો મળશે.સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,જૂનાગઢ બાદ હવે ભાવનગરમાં પણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.સ્માર્ટ પ્રી -પેઇડ મીટરથી 6.60 લાખ વીજ ગ્રાહકોને ફાયદો થશે.મોબાઇલની જેમ હવે વીજ બિલનું રીચાર્જ કરી શકાશે.