કચ્છના મુન્દ્રામાં ઉનાળામાં જ પાલિકા દ્વારા મુન્દ્રાના પ્રિષા પાર્કનો બગીચો લોકો માટે અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. મુન્દ્રાના સોસાયટી વિસ્તાર પ્રિષા પાર્કમાં સૌરાષ્ટ્ર સીએફએસના સીએસઆર ફંડમાંથી બે કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઉદ્યાન આ વિસ્તારની મહિલાઓના કરેલ વિરોધ બાદ અંતે અચોક્કસ મુદત સુધી તાળાં મારી દેવામાં આવ્યા છે.