બોરસદ તાલુકાના કઠાણા ગામના એક મકાનમાંથી રૂપિયા 3.61 લાખની ચોરી થઈ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મકાનમાલિક લગ્ન પ્રસંગમાં ખમણ - ઢોકળા બનાવવા માટેના ઓર્ડરમાં ગયાં હતાં. જ્યારે તેમના પત્ની અને સંતાનો ઘરના મુખ્ય દરવાજાને તાળું માર્યાં વિના ઓસરીમાં સુતાં હતાં. તે વેળા તસ્કરે ઘરમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે વિરસદ પોલીસે અજાણ્યાં ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.