ખંભાતના લાડવાડામાં રહેતા હેમંતકુમાર રણછોડભાઈ પોતાની કાર લઈને રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નજીકમાં બની રહેલા બ્રીજ નીચે કારને ઊભી કરી કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ ખંભાતના ઓએનજીસી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.