ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનનો વિવાદ વધુ ઘેરાતો જોવા મળી રહ્યો છે. મંત્રી રૂપાલાના નિવેદનના વિરોધમાં કચ્છના ક્ષત્રિય સમાજના લોકો પણ વિવિધ પ્રકારે વિરોધ દર્શાવી ચુક્યા છે. દરમિયાન આજે કચ્છના રાજવી પરિવારના મોભી મહારાણી પ્રીતિદેવીબાએ પણ રૂપાલા મામલે નિવેદનની નિંદા કરતો પત્ર જાહેર કર્યો અને કહ્યું- 'આ શબ્દો માફીને લાયક નથી'