વાપીના બલીઠા વેસ્ટમાં આવેલ કબ્રસ્તાનની પાછળ બનેલ 9 લાખ લીટરની પાણીની ટાંકીમાં એક શ્વાન પડીને ફસાઇ ગયું હતું. જેની જાણ પાણીની ટાંકીની સફાઇ કરવા આવેલા કર્મીને થતા વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના સેવાભાવીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને 15 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી શ્વાનને કલાકની જહેમત બાદ બહાર કાઢતા સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.