રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રિ પુરુસોત્તમ રૂપાલાસામેનો વિરોધ વેગ પકડી રહ્યો છે વિરોધની આગ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે અન્ય રાજ્યોમાં પણ વકરી રહી છે ત્યારે કચ્છમાં પણ રૂપાલાનો વિરોધ વધ્યો છે.મુન્દ્રા તાલુકાના ભડતેશ્વર ગામે ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા હાય હાયના નારા પોકારી રેલી યોજી હતી અને બાદમાં જાહેર ચોક ખાતે રૂપાલાના પૂતળાનું દહન કર્યું હતું.