તારાપુર ટોલ સીમ પસાર થતી કેનાલ ઓવરફૂલો થતાં 200 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ટામેટી,શાકભાજી સહિત અન્ય પાકોને ભારે નુકશાન થયું છે. ખેડૂતોનો ટામેટીનો પાક તૈયાર થઇ ગયો હતો પરંતુ પાણી ભરાઇ જતાં પાક ને ભારે નુકશાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને વીઘે 40 હજારનું નુકશાન થવા પામ્યું છે.