અમદાવાદની એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ વાહનોનું ચેકિંગ કરતી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કારને રોકતા એક વ્યક્તિને ચાર આરોપીઓ મહારાષ્ટ્રથી અમદાવાદ અપહરણ કરીને લાવ્યા હોવાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પૂછપરછ કરતાં આ શખસોએ જણાવ્યું હતું કે, ગાડીમાં બેઠેલ હરચંદરામ પુરોહિત જે મુળ રાજસ્થાનના છે અને કોલ્હાપુર રહે છે. તેમનું અપહરણ કરીને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. પોલીસે ગાડીમાં બેઠેલા ચાર શખસ દિનેશ પુરોહિત, મહેન્દ્ર પુરોહિત, સમેરારામ પુરોહિત અને સંજય મેઘવાલ તમામ રાજસ્થાનની અટકાયત કરી હતી