વલસાડમાં અમુક દૂકાનદારો ભેળસેળિયું હલકી ગુણવત્તાનું તેલ બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બ્રાન્ડેડ તેલના નામે વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા હોવાની બાતમી કંપનીને મળી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે બ્રાન્ડેડ કંપનીના અધિકારી સાથે પૂનમ ટી ડેપોની દૂકાન તથા ગોડાઉન સહિત ચારેક દૂકાનો પર છાપો માર્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન પૂનમ ટી ડેપોની દૂકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલના 6 ડબ્બા મળી આવ્યા હતા.જ્યારે તેના ગોડાઉનમાં તપાસ કરતાં વધુ ડબ્બા મળ્યા હતા.અલગ અલગ ત્રણચાર દૂકાનોમાંથી લગભગ પચાસેક જેટલા બ્રાન્ડેડ કંપનીના ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરેલું હોવાનું માલૂમ પડ્યું હતું.