ભાજપના ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર બાદની સ્થિતીનું નિરીક્ષણ કરવા માટે નિકળ્યાં હતાં. મંત્રીએ ધોળીકૂઇ-દાંડિયાબજાર ના વેપારીઓ તેમજ ઘરોના સભ્યોને ત્યાં પહોંચી તેમના ખબરઅંતર પુછવાનો પ્રયાસ કરતાં જ રહિશોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. ટોળાએ પૂરના કારણે થયેલાં નુકસાન બાબતનો બે-ત્રણ દિવસથી ઘેરાઇ ગયેલો તેમનો રોષ પ્રભારી મંત્રી પર ઠાલવી દીધો હતો.