ડીસામાં આજે ચેટીચંદ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. પૂજ્ય સિંધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સૌપ્રથમવાર ગતરોજ ભવ્ય બાઈક રેલી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલેલાલ મંદિરથી શરૂ થયેલ શોભાયાત્રામાં 500થી પણ વધુ યુવા યુવતીઓ અને ભાઈ બહેનો જોડાયા હતા. રેલી દરમિયાન ઠેર ઠેર ગરબા રમી ચેટીચંદ મહોત્સવ ઉજવ્યો હતો.