કચ્છમાં અવાર નવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાય છે જોકે ગતરોજ ભાવનગરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો,ભાવનગરના સીમાડે આવેલા ભડી અને ઉખરલા,ભંડારીયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, તગડી, માળનાથ, નાના ખોખરા સહિતના ગામડાઓમાં લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો.આંચકાનું કેન્દ્રબિંદુ ભાવનગરથી17 કિલોમીટર દુર ભડી અને ઉખરલા વચ્ચે હોવાનું મનાય છે.3.2ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.