લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે ત્યાં તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાયું છે,જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ સાથે બેઠકોનો દૌર ધમધમી રહ્યો છે,લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા તથા ખર્ચ નિયંત્રણ દેખરેખ બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.