આગામી લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે કચ્છ પોલીસ સુ સજ્જ બની છે,કચ્છના રાપરમાં પોલીસ દ્વારા ખાસ વાહન તપાસ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.રાપર દેનાબેંક ચોક સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમભંગ કરતા અનેક વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.સાથે જ ચૂંટણી વખતે બેનામી નાણાં હેરફેર અને દારૂની હેરાફેરી પર પણ પોલીસની બાજ નજર રહી છે.