ઉમરેઠના અહીમા – સાવલી રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રકે વળાંકમાં બાઇકને હડફેટે લેતા નડિયાદના મોઘરોલી ગામમાં રહેતા બાઇક સવાર 41 વર્ષિય નરેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મિનિટ્રકનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે મોકલી ખંભોળજ પોલીસે મિનીટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.