બોરસદ અને આંકલાવ તાલુકાના કેટલાક ગામોમાં બે દિવસ અગાઉ મહિસાગર નદીના પાણી ઘુસ્યાં હતાં અને પુરની સ્થિતી સર્જાઈ હતી. આ પુરના પાણીમાં અંદાજે એક હજાર જેટલાં રહીશો તેમજ અનેક પશુઓ ફસાયાં હતાં. પરંતુ, કેટલાક પશુઓનું રેસ્ક્યું થઈ શક્યું ન હતું. જેથી આવા પશુઓ મોતને ભેટ્યાં હતાં. તમામ પશુ બાંધેલા હોવાથી મોતને ભેંટ્યા હોવાની માહિતી સાંપડી છે.