આણંદ ના ઉમરેઠમાં રખડતાં શ્વાન , કપિરાજ અને રખડતાં ઢોરો નો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાજેતર માં જ ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો. જેના કારણે રાહદારીઓ લગભગ 15 મિનિટ સુધી અટવાઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો ના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જ્યારે આસપાસ ના રહીશોએ તોફાને ચઢેલા આખલાઓ ઉપર પાણી નો મારો કરી છૂટા પાડયા હતા. મહત્વનું છે કે આ પ્રકારની ઘટના વારંવાર બની રહી હોય તંત્ર રખડતાં ઢોર સામે કામગીરી કરી મોટી જાનહાનિ થતાં અટકાવે ની રહીશો માંગ કરી રહ્યા છે.