અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતને ડિટેઈન કરતી વખતે પોલીસ સાથેની ઝપાઝપીમાં તેમની પાઘડી નીકળી ગઈ હતી. જેને લઈ સર્જાયેલા વિવાદમાં હવે ક્રાઈમ બ્રાન્ચનાઅધિકારીને અજાણ્યા લોકો ધમકીભર્યા ફોન કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે . પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, અમારી ટ્રેનિંગના ભાગ રૂપે થયેલું આ એક્ટ છે નહીં કે ઈરાદો. જો કોઈ ફોન પર અપશબ્દો બોલશે તો તેમના વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરશે.