ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમજાન માસની મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. રમજાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા, નમાજ અને ઈબાદત કરતાં હોય છે. સમગ્ર મહિના ઈબાદત કર્યા બાદ ચાંદ દેખાતા રમજાન માસની પૂર્ણાહુતિ થાય છે. બુધવારે ચાંદ દેખાતા રમજાન માસ પૂર્ણ થયો હોવાથી આજે ગુરૂવારે ઈદ ઉલ ફિત્રની શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદ નિમિત્તે સવારે મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી એક બીજા સાથે ઈદની શુભેચ્છાની આપ લે કરી હતી .