થરાદમાં શ્રી સુંધલસેવા ટ્રસ્ટના આધસ્થાપક પ્રવિણભાઇ ત્રિવેદી દ્વારા ચામુંડા માતાજીના 18 માં પાટોત્સવની ચૈત્ર સુદ એકમ બીજના રોજ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંગળવારની સવારે માતાજીનો યજ્ઞ અને રાત્રે મ્યુઝિકલ ગૃપ દ્વારા માતાજીના રાસગરબાની રમઝટ મચાવવામાં આવી હતી. જ્યારે બુધવારની વહેલી સવારે શહેરના રાજમાર્ગો પર કલાત્મક રંગોળીઓ,અબિલ ગુલાલની છોળો,માતાજીના જયઘોષ અને ગરબા સાથે શોભાયાત્રા યોજાઇ હતી.