રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવસારી નગર દ્વારા રામજી મંદિર ખાતે નવસારી નગરનો વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અધિકારી તરીકે જિલ્લા સંઘચાલક પરેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વક્તા તરીકે જિલ્લા કાર્યવાહ ડૉ. વિપુલભાઈ પટેલે સૌને સંબોધન કર્યું હતું, જેમાં સંઘના આદ્યસંસ્થાપક ડો કેશવરામ બલીરામ હેડગેવારનો જન્મદિવસ તેમજ સંઘની શરૂઆત 1925થી થઇ આજે સંઘ 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને આ વર્ષ ને સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઉજવણી કરી રહ્યું છે.