ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી. લોકોએ ચાંદના દીદાર કરીને એક બીજાને ચાંદ મુબારક પાઠવી હતી.આજે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી.