રાજપીપળા નર્મદાની પંચકોશી પરિક્રમાના ત્રીજા દિવસે ગરમીની અસર વર્તાઇ હતી. 40 ડિગ્રી તાપમાનમાં 15 થી 20 શ્રધ્ધાળુઓને ડીહાઇડ્રેશનના શિકાર બન્યાં હતાં. આરોગ્ય વિભાગની ટીમોએ તાત્કાલિક સારવાર આપી બે શ્રધ્ધાળુઓના જીવ બચાવી લીધાં હતાં. પંચકોશી પરિક્રમા માટે ધીમે ધીમે શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. ત્રીજે દિવસે રજાના દિવસમાં 20 હજાર થી વધુ ભક્તો એ પરિક્રમા કરી હતી