લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના લો ગાર્ડન ખાતે લૉ ગાર્ડન વેપારી ગ્રુપને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી ડૉ. એમ. આર કુરેશી મદદનીશ નોડલ ઓફિસર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે માહિતી પૂરી પાડીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વેપારીઓએ શપથ ગ્રહણ કરીને ફરજિયાત મતદાન કરશે તથા અન્યોને પણ કરાવશે તેવી ખાતરી આપી હતી.