કચ્છમાં ત્રણ દિવસ ગરમીનું મોજું ફરી વળશે તેવી આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે જોકે આ આગાહી વચ્ચે રાહત રૂપે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.આજે અને કાલે હીટવેવની સંભાવના યથાવત્ રહી છે. બીજી બાજુ શનિથી સોમવાર સુધી કચ્છના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે તેવી પણ આગાહી પણ કરવામાં આવી છે.