નડિયાદ શહેરમાં જુના ડુમરાલ રોડ ઉપર અનેરી હાઈટ્સમાં રહેતા અને ઇટીએસ સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં 48 વર્ષીય પ્રીતિબેન પટેલ ગત 8મી એપ્રિલના રોજ બપોરના અરસામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના ફીના કુલ રૂપિયા 44 હજાર 750 રોકડ લઈને તેમની મુખ્ય બ્રાન્ચ રેલ્વે સ્ટેશન પાસે આવેલ હોય ત્યાં જમા કરાવવા જતા હતા. પ્રીતિબેન કોલેજની શાળા પાસેથી એક રિક્ષામાં બેઠા હતા. જેમાં પહેલે થી જ એક મહિલા અને ત્રણ યુવકો બેઠા હતાં. આથી રીક્ષા ચાલકે આ મહિલાનું પર્સ અને ટીફીન તેમના પગે મૂકી નજર ચૂકવી પર્સ કાઢી લઈ મહિલા કર્મચારીને અડધે રસ્તે ઉતારી ભાગી ગયો હતો. જોકે, રહી રહીને ખ્યાલ આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.