નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામે ડોનેશન માંગવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એનસીપીના ખજાનચીએ ફરિયાદ નોંધાવતા આરોપી મોહમ્મદ આમિર શેખની સાઈબર ક્રાઇમે અમદાવાદથી ધરપકડ કરી છે. લોકોને ટેક્સ બેનિફિટ આપવાના નામે બોગસ રસીદ બનાવી 10 ટકા કાપી બીજી રકમ પરત કરતો હતો. નવેમ્બર 2.86 લાખ ફંડ ઉઘરાવવામાં આવ્યું છે તપાસમાં 86 લોકો સાથે છેતરપીંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. આરોપી ધોરણ 11માં અભ્યાસ કરે છે, તે ગૂગલ પરથી આ પ્રકારની ચિટિંગ કરવાનું શીખ્યો હતો. નેચરલ સિરિયલ પેકેજીંગ નામની કંપની ઊભી કરી તેને એનસીપી નામ આપ્યું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.