સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભના બારૈયા આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પ્રચાર અર્થે આવ્યા હતા. તેઓએ ગલસુંદરા ગામે કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમની સાથે મંત્રી ભીખુસિંહ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉમેદવાર શોભના બારૈયાએ જણાવ્યું હતું કે, ગામડે ગામડે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભાજપ સરકારના વિકાસના કામોથી પ્રેરાઈ મતદારો ભાજપને મત આપી જંગી બહુમતીથી ભાજપને વિજયી બનાવશે