મહેશ્વરી સમાજનો સહુથી મોટો તહેવાર એટલે ગણગૌરનો તહેવાર. ધૂળેટીથી શરૂ થતાં આ ઉત્સવની ઉજવણી 16 દિવસ સુધી કરવામાં આવે છે એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગવરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે. જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને ગવર લગ્ન યોજવામાં આવે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે.