બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ મહિલાઓને મેદાને ઉતારી છે. ભાજપે રેખાબેને ચૌધરીને તો કોંગ્રેસે વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે બુધવારે બપોરે પોલીસ પર પ્રહાર કર્યા હતા, બાદમાં સાંજે દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભૂવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, 'હું ભૂવાજીને વિનંતી કરું કે મારા વતી પ્રાર્થના કરજો, ધૂણતાં-ધૂણતાં ઘરના ભૂવા હોય તો નારિયેળ ઘર સામે નાંખે..'