આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે 64 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં લીંક મારફત અને એપ્લીકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરતા સ્ટોક માર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરનાર અને ભૂતિયા કંપનીઓના નામે બેન્ક ખાતાઓ ખોલાવી ઠગાઇ કરી ગેંગ ગુજરાત સિવાય અન્ય છ રાજ્યોમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ આંતરરાજ્ય ગેંગનો સાગરીત દીલીપસિંહ ઉર્ફે હેપ્પી બજુરસિંહ ચૌહાણ ને પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલાંગણા, ગુજરાત સહિતના રાજ્યમાં ગુના નોંધાયાં છે.