રમજાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા, નમાજ અને ઈબાદત કરતાં હોય છે. સમગ્ર મહિનો ઈબાદત કર્યા બાદ બુધવારે ચાંદ દેખાતા રમજાન માસ પૂર્ણ કરી આજે ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ સહિત સમગ્ર જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પણ આજરોજ ધામધૂમથી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારે મસ્જીદમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાજ અદા કરી એકબીજાને ગળે મળીને ઈદ ની મુબારક બાદ પાઠવી હતી.