ને.હા નંબર 48 પરના અમદાવાદથી મુંબઈ તરફ જતા ઉંભેળ ખાતે આવેલી મહાદેવ હોટલ ખાતે સોમવારના રાત્રીના સાડાબાર વાગ્યા આસપાસ બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ જમ્યા બાદ વધેલા શાકનું બિલ ચૂકવવા ના પડી ત્રણેય પૈકી એકે ફુસારામ સાથે બોલાચાલી કરી તેની કમરમાંથી ચપ્પુ કાઢી પગના ઘૂંટણમાં મારી દીધું હતું. જેને છોડાવવા વચ્ચે પડેલા ગણપત પ્રજાપતિ સાથે પણ મારામારી કરતા એક ઈસમે ગણપત પ્રજાપતિને ચપ્પુના બે ત્રણ ઘા મારી દેતા તે નીચે પડી ગયો હતો.