એલ.સી.બી.ની ટીમ ડેડીયાપાડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીદારથી માહિતી મળેલી કે, નંદુરબારના સાગર હરીભાઇ ચૌહાણ પોતાના સાગરીતો મારફતે મહારાષ્ટ્રથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરીને લાવેલ મોટર સાઈકલો ડેડીયાપાડા પોલીસ વિસ્તારના માચ પાટીયા ખાતે વેચાણ કરવાના ઇરાદે આવતા હોવાની બાતમી મળેલી હતી. જે આધારે પોલીસે ચાર શખ્સોને કુલ-5 બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.