સાબરકાંઠા જિલ્લાના વતની અને બહારના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે અને સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના મત વિસ્તારમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા પ્રાંતિજ , એમ ચાર બેઠક ઉપર થી કુલ 9391 કર્મચારીઓ બેલેટ પેપર થી મત આપવા ફોર્મ ભર્યા છે. ચૂંટણી ફરજને લઈ કર્મચારી પોતાના જિલ્લામાં હાજર રહી મત આપી શકતો નથી તો આવા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.