આણંદ SOG એ કરમસદના સોમાભાઈ રેસીડેન્સી, મકાન નં.27માં રહેતા ચિરાગ સુરેશ સોલંકી ના ઘરે છાપો માર્યો હતો.ઘરની ઝડતી કરતાં બેડરૂમમાં આવેલા કબાટમાંથી અલગ અલગ 145 સીમકાર્ડ તેમજ વિવિધ બેંકના અલગ અલગ નામવાળા ક્રેડિટ તેમજ ડેબીટ કાર્ડ મળી આવતાં ટીમ ચોંકી ગઇ હતી. મહત્વનું છે કે એસઓજી ને અલગ અલગ વ્યક્તિઓના નામ, સરનામાવાળા એક્ટીવ કરેલા સીમકાર્ડનો જથ્થો દુબઇ લઇ જવા માટે ચિરાગ સોલંકીએ પોતાના ઘરે રાખેલા છે ની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે 10મી એપ્રિલની મોડી રાત્રે દરોડા ની કાર્યવાહી હાથ ધરી ચિરાગ સોલંકી સહિત 145 સીમકાર્ડ જપ્ત કરી કાર્યવહી હાથ ધરી હતી.