ગાંધીનગરના ઉવારસદ ગામની સીમમાં દેશી દારૃ ગાળવાની પ્રવર્તી ચાલતી હોવાની બાતમીના આધારે અડાલજ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં બાવળનાં ઝાડ નીચેથી પતરાનાં 11 પીપ ભરીને 2200 લીટર દેશી દારૃ ગાળવાનો વોશ તેમજ ચાર પ્લાસ્ટિકના કેરબા ભરેલો 140 લીટર દેશી દારૃનો જથ્થો મળી આવતા પોલીસે ગામના વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.