લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નાન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હિલચેરની ફાળવણી કરવામાં આવશે. આ માટે આજે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે. આ ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણહિતેષી છે. આ ઉપરાંત, અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હિલચેરની વસાવવામાં આવી છે.