ખંભાતના વાડોલા ગામે બનેલી ઘટના નજીવો ઉશ્કેરાટ હતો. જાહેરમાં લઘુશંકા કરવા માટે બેઠેલી ભાભીને ઠપકો આપ્યો હતો. જેને પગલે તેમનો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તે તેના કાકા પાસે આવી ચઢ્યો હતો અને તેણે ઉશ્કેરાટમાં આવી જઈને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈ કાકા કાંતિભાઈની હત્યા કરી નાંખી હતી. આમ, સગા કાકાની હત્યા કરવાના પગલે હવે બે કૌટુંબિક સંબંધીઓમાં જ કડવાશ ઊભી થઈ છે. એક પરિવારે મોભી ગુમાવ્યો હતો, જ્યારે બીજા પરિવારે તેમનો પુત્ર ગુમાવ્યો છે. આમ, આ ઘટનામાં નજીવા ઉશ્કેરાટમાં બે પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.