અમદાવાદ સ્માર્ટ સિટીમાં પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સ્વચ્છ પાણી લોકોને આપી શકતું નથી. મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રહીશોના જણાવ્યા મુજબ દુર્ગંધ યુક્ત પાણી આવે છે. પાણીમાં ગટરનું પાણી અથવા માટીવાળુ મિક્સ પાણી આવતું હોય છે, જેના કારણે લોકો તેનો ઉપયોગ કરવો કે કેમ? તેનાથી પણ ખચકાય છે. દાણીલીમડા અને બહેરામપુરાની આસપાસનો વિસ્તાર કહેવાતા એવા ગીતામંદિરથી લઈ મજૂર ગામ રોડ વિસ્તારમાં પણ પ્રદૂષિત પાણીની અનેક ફરિયાદો ઉઠી છે.